નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws)  અંગે સરકાર અને દિલ્હી (Delhi) ની સરહદો પર ધરણા ધરી રહેલા ખેડૂત સંગઠનો (Farmers)  વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે મંગળવારે આ  કાયદાના અમલીકરણ પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી છે. આ સાથે જ કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ પર વિચાર કરવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામાસુબ્રમણિયનની પેનલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સમિતિ માટે ભૂપિન્દર સિંહ માન, અનિલ ઘનવત, ડો.પ્રમોદ જોશી અને અશોક ગુલાહીના નામોની જાહેરાત કરી. આવામાં તમારા માટે પણ જાણવું જરૂરી છે કે સમિતિમાં સામે આ ચાર હસ્તી કોણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Map પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, એક વ્યક્તિનું મૃત્યુ, ખાસ વાંચો આંખ ઉઘાડનારો કિસ્સો


શેતકારી સંગઠનના અધ્યક્ષ છે અનિલ ઘનવત
શેતકારી સંગઠન (Shetkari Sanghatana)ના અધ્યક્ષ અનિલ ઘનવતને સુપ્રીમ કોર્ટે આ કમિટીના સભ્ય બનાવ્યા છે. તેમણે કહ્યું કે આ કાયદાના માધ્યમથી તેમના સંગઠનોની જૂની માંગણીઓને આંશિક રીતે લાગુ કરાઈ છે અને એવામાં તેમનો પ્રયત્ન હશે કે કાયદામાં સુધારા થાય. જો કે તેમણે કરાર આધારિત ખેતી સહિત અનેક સુધારાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે અમે કેન્દ્રના આ ત્રણ કાયદાના વખાણ કરતા નથી. શેતકારી સંગઠને સૌથી પહેલા આ સંશોધનો પર ભાર આપ્યો હતો. સમિતિના સભ્ય ઘનવતે કહ્યું કે 'સમિતિમાં મારી ભૂમિકા ખેડૂતોના હિતોની રક્ષા કરવા અને કાયદામાં સુધાર કરવાની હશે.'


સુપ્રીમ કોર્ટના કમિટિ બનાવવાના આદેશને ખેડૂતોએ નકાર્યો, કહ્યું ચાલું રહેશે આંદોલન


SCમાં ખેડૂતોના વકીલે કહ્યું બેઠકમાં આવે PM Modi, ચીફ જસ્ટિસે કરી આ ટિપ્પણી


કાયદાનું સમર્થન કરનારાઓને સમિતિમાં રાખવા ખોટું-ખેડૂત નેતા
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ (આઈકેએસસીસી) તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવાયું કે, 'એ સ્પષ્ટ છે કે અનેક શક્તિઓ દ્વારા સમિતિની રચનાને લઈને પણ ન્યાયાલયને ગુમરાહ કરવામાં આવી રહી છે. સમિતિમાં એવા લોકો સામેલ છે જેમના વિશે ખબર છે કે તેમણે ત્રણ કાયદાનું સમર્થન કર્યું અને તેની ખુલીને પેરવી પણ કરી હતી.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube